-
૧ કાળવૃત્તાંત ૧૧:૨૨-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ યહોયાદાનો દીકરો બનાયા+ બહાદુર માણસ* હતો. તેણે કાબ્સએલમાં+ ઘણાં પરાક્રમી કામો કર્યાં હતાં. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા હતા. એકવાર હિમ પડતું હતું ત્યારે, તેણે ખાડામાં ઊતરીને એક સિંહને મારી નાખ્યો હતો.+ ૨૩ તેણે ઇજિપ્તના એક કદાવર માણસને પણ મારી નાખ્યો હતો, જેની ઊંચાઈ પાંચ હાથ* હતી.+ ઇજિપ્તના માણસના હાથમાં ભાલો હતો, જે વણકરની તોર* જેવો હતો.+ છતાં બનાયા ફક્ત લાકડી લઈને તેની સામે ગયો. બનાયાએ ઇજિપ્તના માણસના હાથમાંથી ભાલો છીનવી લીધો અને એ જ ભાલાથી તેને મોતને ઘાટ ઉતારી દીધો.+ ૨૪ યહોયાદાના દીકરા બનાયાએ આવાં પરાક્રમી કામો કર્યાં હતાં. તેની શાખ પહેલા ત્રણ શૂરવીર યોદ્ધાઓ જેવી હતી. ૨૫ ખરું કે તે પેલા ત્રીસ શૂરવીર યોદ્ધાઓ કરતાં ચઢિયાતો હતો, તોપણ તે પહેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ.+ જોકે દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો.
-
-
નીતિવચનો ૩૦:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ સિંહ, જે પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી છે,
ભલે કોઈ પણ સામે આવે, તે પાછો હટતો નથી;+
-