૧૪ પછી લોકો શાઉલ અને તેના દીકરા યોનાથાનનાં હાડકાં બિન્યામીન પ્રદેશના શેલામાં+ લઈ આવ્યાં અને શાઉલના પિતા કીશની+ કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાના હુકમ પ્રમાણે બધું કર્યું. એ પછી તેઓએ દેશ માટે કરેલી અરજો ઈશ્વરે સાંભળી.+
૧૩ તે ઈશ્વરને કાલાવાલા કરતો રહ્યો. તેની અરજોથી ઈશ્વરનું દિલ પીગળી ગયું અને તેમણે દયા માટેની તેની વિનંતી સાંભળી. તેમણે યરૂશાલેમની રાજગાદી તેને પાછી આપી.+ પછી મનાશ્શાને ખાતરી થઈ કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે.+