-
૧ કાળવૃત્તાંત ૨૯:૨૩-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ સુલેમાન યહોવાની રાજગાદી પર બેઠો+ અને પોતાના પિતા દાઉદની જગ્યાએ રાજા બન્યો. તે સફળ થયો અને બધા ઇઝરાયેલીઓ તેનું કહેવું માનતા. ૨૪ બધા આગેવાનો,+ શૂરવીર યોદ્ધાઓ+ અને રાજા દાઉદના બધા દીકરાઓ+ સુલેમાન રાજાને આધીન થયા. ૨૫ યહોવાએ આખા ઇઝરાયેલની નજરમાં સુલેમાનને ઘણો મહાન બનાવ્યો. તેના રાજમાં એટલી જાહોજલાલી હતી કે જેટલી ઇઝરાયેલના બીજા કોઈ રાજાને મળી ન હતી.+
-