૧૬ યહોવાના મંદિર માટે સુલેમાને બનાવેલાં બે સ્તંભો, હોજ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+
૧૭ યહોવાના મંદિરમાં* તાંબાના જે સ્તંભો હતા, એના ખાલદીઓએ ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ તેઓએ યહોવાના મંદિરની લારીઓ*+ અને તાંબાના હોજના+ પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા. એનું બધું તાંબું તેઓ બાબેલોન ઉપાડી ગયા.+