૨૪ તેને કાઢી મૂક્યા પછી ઈશ્વરે એદન બાગની પૂર્વમાં કરૂબો*+ અને સળગતી તલવાર મૂકી, જે સતત ફરતી હતી. જીવનના ઝાડ* તરફ લઈ જતા માર્ગની ચોકી કરવા તેમણે એવું કર્યું.
૨૭ તેણે કરૂબોને+ મંદિરના અંદરના વિભાગમાં* મૂક્યા. કરૂબોની પાંખો એવી રીતે ફેલાયેલી હતી કે એક કરૂબની પાંખ એક દીવાલને અડતી અને બીજાની પાંખ બીજી દીવાલને અડતી. મંદિરની વચ્ચે બંને કરૂબોની પાંખો એકબીજાને અડતી હતી.
૧૭ દરવાજાની ઉપરનું, મંદિરની અંદરનું, બહારનું અને ચારે બાજુની દીવાલનું માપ લેવામાં આવ્યું. ૧૮ એ બધા પર કરૂબોની+ અને ખજૂરીઓની કોતરણી+ કરેલી હતી. બે કરૂબો વચ્ચે એક ખજૂરી હતી. દરેક કરૂબને બે ચહેરા હતા.