-
૧ કાળવૃત્તાંત ૧૫:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ પછી દાઉદે કહ્યું: “સાચા ઈશ્વરનો કરારકોશ લેવીઓ સિવાય કોઈએ ઊંચકવો નહિ. યહોવાનો કરારકોશ ઊંચકવા અને હંમેશાં તેમની સેવા કરવા, યહોવાએ લેવીઓને પસંદ કર્યા છે.”+
-
-
૧ કાળવૃત્તાંત ૧૫:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ લેવીઓએ સાચા ઈશ્વરના કરારકોશના દાંડા પકડી ખભા પર ઉઠાવી લીધો.+ યહોવાએ જણાવ્યું હતું અને મૂસાએ આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેઓએ કર્યું.
-
-
૨ કાળવૃત્તાંત ૫:૪-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ ઇઝરાયેલના બધા વડીલો આવ્યા અને લેવીઓએ કરારકોશ ઊંચક્યો.+ ૫ તેઓ કરારકોશ, મુલાકાતમંડપ+ અને તંબુમાંનાં બધાં પવિત્ર વાસણો લઈ આવ્યાં. યાજકો અને લેવીઓ* એ બધું લઈ આવ્યાં. ૬ રાજા સુલેમાન અને તેણે બોલાવેલા ઇઝરાયેલના બધા લોકો કરારકોશ આગળ ઊભા રહ્યા. તેઓએ ઘેટાં અને ઢોરઢાંકનાં એટલાં બધાં બલિદાનો ચઢાવ્યાં કે ગણી ન શકાય.+
-