૧૩ હિઝકિયાએ તેના માણસોનો આવકાર કર્યો અને તેઓને પોતાનો આખો ભંડાર બતાવી દીધો.+ તેણે સોનું-ચાંદી, સુગંધી તેલ, મૂલ્યવાન તેલ, હથિયારોનો ભંડાર અને પોતાના ભંડારોમાં જે કંઈ હતું એ બધું જ બતાવી દીધું. હિઝકિયાના મહેલમાં અને તેના આખા રાજમાં એવું કંઈ ન હતું, જે બતાવવાનું તેણે બાકી રાખ્યું હોય.