૯ સમય જતાં, યરૂબ્બઆલનો દીકરો અબીમેલેખ+ શખેમમાં પોતાના મામાઓને ત્યાં ગયો. તેણે તેઓને અને નાનાજીના આખા કુટુંબને કહ્યું: ૨ “શખેમના બધા આગેવાનોને પૂછી જુઓ: ‘તમે શું પસંદ કરશો, તમારા પર યરૂબ્બઆલના ૭૦ દીકરાઓ+ રાજ કરે કે પછી એક જ માણસ રાજ કરે? ભૂલતા નહિ, હું તમારો જ સગો છું.’”