-
૧ રાજાઓ ૨:૩૧-૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ રાજાએ તેને કહ્યું: “યોઆબના કહેવા પ્રમાણે જ કર. તેને મારીને દફનાવી દે. તેણે નિર્દોષ લોહી વહેવડાવ્યું હતું.+ મારા અને મારા પિતાના ઘર પરથી એનો દોષ દૂર કર. ૩૨ યહોવા તેની પાસેથી લોહીનું વેર વાળશે. મારા પિતા દાઉદની જાણ બહાર તેણે બે માણસોને તલવારથી મારી નાખ્યા હતા. આ બંને માણસો તેના કરતાં વધારે નેક* અને સારા હતા: નેરનો દીકરો આબ્નેર,+ જે ઇઝરાયેલના સૈન્યનો સેનાપતિ હતો;+ યેથેરનો દીકરો અમાસા,+ જે યહૂદાના સૈન્યનો સેનાપતિ હતો.+ ૩૩ તેઓના લોહીનો દોષ યોઆબ અને તેના વંશજોને માથે સદા રહે.+ પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને અને તેની રાજગાદીને યહોવા કાયમ શાંતિ આપે.” ૩૪ યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. તેને વેરાન પ્રદેશમાં તેના ઘર પાસે દફનાવવામાં આવ્યો.
-