-
લેવીય ૯:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ ત્યાર બાદ, મૂસા અને હારુન મુલાકાતમંડપની અંદર ગયા. બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ આપ્યો.+
એવામાં યહોવાનું ગૌરવ બધા લોકો આગળ પ્રગટ થયું.+ ૨૪ ત્યાર બાદ, યહોવા પાસેથી અગ્નિ ઊતરી આવ્યો+ અને વેદી પરનાં અગ્નિ-અર્પણ અને ચરબીને બાળી નાખ્યાં. એ જોઈને લોકોએ મોટેથી આનંદનો પોકાર કર્યો અને પોતાનાં માથાં છેક જમીન સુધી નમાવ્યાં.+
-
-
ન્યાયાધીશો ૬:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ યહોવાના દૂતના હાથમાં લાકડી હતી. તેણે એ લંબાવીને માંસ અને રોટલીને અડાડી. તરત જ પથ્થરમાંથી આગ નીકળી અને માંસ તથા રોટલી ભસ્મ થઈ ગયાં.+ પછી યહોવાનો દૂત ગિદિયોન આગળથી અદૃશ્ય થઈ ગયો.
-