-
૨ કાળવૃત્તાંત ૨૩:૧૮-૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પછી યહોયાદા યાજકે યહોવાના મંદિરની દેખરેખ રાખવાની જવાબદારી યાજકો અને લેવીઓના હાથમાં સોંપી. યહોવાના મંદિરની સંભાળ રાખવા દાઉદે તેઓના સમૂહો બનાવ્યા હતા. મૂસાના નિયમશાસ્ત્રમાં* લખેલું હતું તેમ,+ તેઓએ યહોવાને અગ્નિ-અર્પણો ચઢાવવાનાં હતાં.+ દાઉદે જણાવ્યું હતું તેમ, તેઓએ એ કામ ખુશીથી અને ગીતો ગાતાં ગાતાં કરવાનું હતું. ૧૯ તેણે યહોવાના મંદિરના દરવાજાઓએ દરવાનો પણ ગોઠવી દીધા,+ જેથી કોઈ પણ રીતે અશુદ્ધ માણસ અંદર આવી શકે નહિ. ૨૦ રાજાને યહોવાના મંદિરમાંથી રાજમહેલમાં લઈ આવવા, તે સો સોની ટુકડીઓના મુખીઓને,+ રાજવીઓને, લોકોના અધિકારીઓને અને દેશના બધા લોકોને લઈ ગયો. તેઓ ઉપરના દરવાજામાંથી રાજમહેલમાં આવ્યા અને રાજાને રાજગાદીએ બેસાડ્યો.+ ૨૧ દેશના બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને શહેરમાં શાંતિ થઈ, કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાખી હતી.
-