૧૫ ઇઝરાયેલમાં રાજા યરોબઆમના શાસનનું ૨૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે રાજા અમાઝ્યાનો+ દીકરો અઝાર્યા+ યહૂદામાં રાજા બન્યો.+ ૨ અઝાર્યા રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.