-
૨ કાળવૃત્તાંત ૨૪:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ લોકોએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાના મંદિરને ત્યજી દીધું. તેઓ ભક્તિ-થાંભલાઓની અને મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. યહૂદા અને યરૂશાલેમે કરેલા આ પાપને લીધે ઈશ્વરનો ક્રોધ સળગી ઊઠ્યો. ૧૯ તેઓ યહોવા પાસે પાછા ફરે એ માટે તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ તેઓને ચેતવણી આપી,* પણ તેઓએ આંખ આડા કાન કર્યા.+
-
-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેઓના બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોતાના લોકો પર અને રહેઠાણ પર કરુણા આવતી હતી. એટલે તેમણે લોકો પાસે પોતાનો સંદેશો લઈ જનારાઓને મોકલ્યા અને વારંવાર ચેતવણી આપી. ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.
-