૮ યહોવાએ મૂસાને કહ્યું: “તું એ ઝેરી સાપના આકારનો એક સાપ બનાવ અને એને થાંભલા પર મૂક. જેને સાપ કરડે, તેણે થાંભલા પરના સાપને જોવો, જેથી તે જીવતો રહે.” ૯ મૂસાએ તરત જ તાંબાનો સાપ બનાવ્યો+ અને એને થાંભલા પર મૂક્યો.+ જ્યારે કોઈ માણસને સાપ કરડતો, ત્યારે તે તાંબાના સાપને જોતો અને જીવતો રહેતો.+