-
યર્મિયા ૩૬:૨૨-૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ એ નવમો મહિનો* હતો અને રાજા શિયાળા માટેના ઘરમાં બેઠો હતો. તેની આગળ સગડી સળગતી હતી. ૨૩ યેહૂદી ત્રણ કે ચાર પાનાં* વાંચતો પછી મંત્રીની છરીથી રાજા એટલો ભાગ કાપી નાખતો. પછી એને સગડીમાં નાખી દેતો. આમ આખો વીંટો સગડીમાં બાળી નાખવામાં આવ્યો. ૨૪ વીંટાના શબ્દો સાંભળીને રાજાને કે તેના સેવકોને ડર લાગ્યો નહિ કે તેઓએ પોતાનાં કપડાં ફાડ્યાં* નહિ.
-