૨૪ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી.