૯ “સુલેમાન મારા દીકરા, તું તારા પિતાના ઈશ્વરને સારી રીતે ઓળખ. પૂરા દિલથી અને રાજીખુશીથી તેમની ભક્તિ કર.+ યહોવા બધાનાં દિલની પરખ કરે છે.+ તે દરેકના ઇરાદાઓ અને વિચારો જાણે છે.+ જો તું તેમની શોધ કરીશ, તો તે તને મળશે.+ જો તું તેમને છોડી દઈશ તો તે સદાને માટે તને છોડી દેશે.+