૨૦ દાઉદે તેના દીકરા સુલેમાનને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા, કામ શરૂ કરી દે. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ. યહોવા ઈશ્વર, મારા ઈશ્વર તારી સાથે છે.+ તે તને ત્યજી દેશે નહિ કે છોડી દેશે નહિ.+ યહોવાના મંદિરની સેવા માટેનું બધું કામ પૂરું ન થાય ત્યાં સુધી તે તારી સાથે હશે.