૧૫ “જ્યારે છાવણીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે, ત્યારે હારુન અને તેના દીકરાઓ પવિત્ર જગ્યાનો બધો સામાન પહેલા ઢાંકી દે.+ પછી કહાથના દીકરાઓ અંદર જાય અને એને ઊંચકે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનો સામાન અડકે નહિ, નહિતર તેઓ માર્યા જશે.+ મુલાકાતમંડપની એ બધી વસ્તુઓની જવાબદારી કહાથના દીકરાઓની છે.