૨૮ સુલેમાનના ઘોડાઓ ઇજિપ્તથી મંગાવેલા હતા. રાજાના વેપારીઓ નક્કી કરેલી કિંમતમાં+ જથ્થાબંધ ઘોડાઓ લઈ આવતા. ૨૯ ઇજિપ્તથી મંગાવેલા દરેક રથની કિંમત ચાંદીના ૬૦૦ ટુકડા અને ઘોડાની કિંમત ચાંદીના ૧૫૦ ટુકડા હતી. વેપારીઓ હિત્તીઓના+ રાજાઓને અને સિરિયાના રાજાઓને એ વેચી દેતા.