-
૧ રાજાઓ ૨૨:૧૩-૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ મીખાયા પાસે સંદેશો લઈને આવેલા માણસે કહ્યું: “જુઓ, બધા પ્રબોધકો એક થઈને રાજા માટે સારું ભવિષ્ય ભાખે છે. કૃપા કરીને તમે પણ એમ કરજો અને રાજા માટે સારું ભવિષ્ય ભાખજો.”+ ૧૪ મીખાયાએ કહ્યું: “યહોવાના સમ,* યહોવા જે કંઈ કહે એ જ હું બોલીશ.” ૧૫ તે આહાબ રાજા પાસે આવ્યો અને રાજાએ તેને પૂછ્યું: “મીખાયા, અમે રામોથ-ગિલયાદ સામે લડાઈ કરીએ કે નહિ?” તેણે તરત જવાબ આપ્યો: “લડાઈ કરો અને તમે જીતી જશો. યહોવા એ શહેર રાજાના હાથમાં સોંપી દેશે.” ૧૬ આહાબે તેને કહ્યું: “મારે તને કેટલી વાર સમ ખવડાવવા કે યહોવાના નામે મારી આગળ ફક્ત સાચું બોલ?” ૧૭ મીખાયાએ કહ્યું: “હું બધા ઇઝરાયેલીઓને પહાડો પર વેરવિખેર થયેલા જોઉં છું,+ જાણે પાળક વગરનાં ઘેટાં હોય. યહોવાએ કહ્યું છે: ‘તેઓનો કોઈ માલિક નથી. તેઓને પોતપોતાનાં ઘરે શાંતિથી પાછા જવા દો.’”
-