-
૧ રાજાઓ ૨૨:૧૯-૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ મીખાયાએ કહ્યું: “તો પછી યહોવાનો સંદેશો સાંભળો. મેં યહોવાને રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ સ્વર્ગનું આખું સૈન્ય તેમની ડાબે અને જમણે ઊભું હતું.+ ૨૦ યહોવાએ પૂછ્યું: ‘આહાબને રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરવા કોણ ફોસલાવશે, જેથી તે માર્યો જાય?’ એક દૂતે આમ અને બીજા દૂતે તેમ કહ્યું. ૨૧ તેઓમાંથી એક દૂત+ યહોવા આગળ આવીને ઊભો રહ્યો અને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ પૂછ્યું, ‘તું એમ કઈ રીતે કરીશ?’ ૨૨ દૂતે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકો પાસે જૂઠું બોલાવીશ.’+ ઈશ્વરે કહ્યું, ‘તું તેને ફોસલાવીશ. એટલું જ નહિ, તું એમાં સફળ થઈશ. જા, એ પ્રમાણે કર.’ ૨૩ હવે યહોવાએ દૂત દ્વારા એમ કર્યું છે કે તમારા બધા પ્રબોધકો જૂઠું બોલે.+ યહોવાએ નક્કી કર્યું છે કે તમારા પર ચોક્કસ આફત આવશે.”+
-