-
૧ રાજાઓ ૨૨:૨૪-૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ કનાનાનો દીકરો સિદકિયા આગળ વધીને મીખાયા પાસે આવ્યો. તેણે મીખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું: “યહોવાની શક્તિ મારી પાસેથી તારી પાસે કયા રસ્તે આવી?”+ ૨૫ મીખાયાએ જવાબ આપ્યો: “એ તો તું ભાગીને સૌથી અંદરના ઓરડામાં સંતાઈ જઈશ ત્યારે તને ખબર પડશે.” ૨૬ ઇઝરાયેલના રાજાએ કહ્યું: “મીખાયાને લઈ જાઓ. તેને શહેરના મુખી આમોન અને રાજાના દીકરા યોઆશને હવાલે કરી દો. ૨૭ તેઓને જણાવો, ‘રાજાનો હુકમ છે: “આ માણસને કેદમાં નાખો.+ હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને બસ થોડી રોટલી અને થોડું પાણી આપજો.”’” ૨૮ મીખાયાએ કહ્યું: “જો તમે સહીસલામત પાછા આવો, તો સમજવું કે મારા શબ્દો યહોવા પાસેથી નથી.”+ તેણે ઉમેર્યું: “તમે બધા આ યાદ રાખજો.”
-