-
એઝરા ૬:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ “રાજા કોરેશે પોતાના રાજના પહેલા વર્ષે, યરૂશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિર વિશે આવો હુકમ બહાર પાડ્યો હતો:+ ‘લોકો બલિદાનો ચઢાવી શકે એ માટે ત્યાં ફરીથી મંદિર બાંધવામાં આવે. એ મંદિરના પાયા નાખવામાં આવે. મંદિરની ઊંચાઈ ૬૦ હાથ* અને એની પહોળાઈ ૬૦ હાથ હોય.+ ૪ એમાં ગબડાવી લાવેલા પથ્થરના ત્રણ થર અને લાકડાનું એક થર હોય.+ એનો ખર્ચો રાજવી ભંડારમાંથી ચૂકવવામાં આવે.+
-