-
એઝરા ૭:૧૪-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ રાજા અને તેમના સાત સલાહકારો તને ત્યાં મોકલે છે. તું જા અને તપાસ કર કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે, એ યહૂદા અને યરૂશાલેમના લોકો પાળે છે કે કેમ. ૧૫ ઇઝરાયેલના ઈશ્વર જેમનું રહેઠાણ યરૂશાલેમમાં છે, તેમના માટે રાજા અને તેમના સલાહકારો રાજીખુશીથી ચાંદી અને સોનું આપે છે. એ તું તારી સાથે લઈ જા. ૧૬ બાબેલોનના આખા પ્રાંતમાંથી જે ચાંદી અને સોનું તું મેળવે તેમજ લોકો અને યાજકો યરૂશાલેમમાં આવેલા પોતાના ઈશ્વરના મંદિર માટે જે ભેટ-સોગાદો રાજીખુશીથી આપે, એ બધું તું લઈ જા.+
-
-
એઝરા ૭:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ જે બધાં વાસણો તારા ઈશ્વરના મંદિરમાં સેવાને માટે આપ્યાં છે, એ તારે યરૂશાલેમ લઈ જઈને ઈશ્વર આગળ મૂકવાં.+
-