૩ તેઓ સાથે કોઈ લગ્નવ્યવહાર રાખશો નહિ. તમારી દીકરીઓને તેઓના દીકરાઓ સાથે કે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો નહિ.+ ૪ એમ કરશો તો, તેઓ તમારા દીકરાઓને તમારા ઈશ્વરથી દૂર કરીને બીજા દેવોને ભજવા ખેંચી જશે.+ પછી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે અને તે જલદી જ તમારો સંહાર કરી દેશે.+