-
નિર્ગમન ૨૩:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “તમે છ વર્ષ તમારાં ખેતરમાં વાવણી અને કાપણી કરો.+ ૧૧ પણ સાતમા વર્ષે એને ન ખેડો, એને પડતર રહેવા દો. એ દરમિયાન એમાં જે કંઈ ઊગે એ ગરીબો ખાશે અને બાકીનું વધેલું જાનવરો ખાશે. તમારી દ્રાક્ષાવાડી અને જૈતૂનવાડી માટે પણ એવું જ કરો.
-
-
લેવીય ૨૫:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પણ સાતમા વર્ષે તમે જમીન માટે સાબ્બાથ પાળો અને એને પૂરો આરામ આપો. એ યહોવાનો સાબ્બાથ છે. એ વર્ષે તમે જમીનમાં બી ન વાવો કે દ્રાક્ષાવાડીમાં કાપકૂપ ન કરો. ૫ છેલ્લી કાપણી વખતે જમીન પર રહી ગયેલાં બીમાંથી જે કંઈ પોતાની જાતે ઊગી નીકળે, એની કાપણી ન કરો. એવી જ રીતે, કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલા પર જે દ્રાક્ષ ઊગે એને વીણી ન લો. એ વર્ષ જમીન માટે પૂરેપૂરા આરામનું વર્ષ છે.
-