૨૫ તું આ જાણી લે અને સમજી લે કે યરૂશાલેમને ફરી બાંધવાનો અને સ્થાપવાનો હુકમ બહાર પડે+ ત્યારથી લઈને મસીહ,+ એટલે કે આગેવાન+ આવે ત્યાં સુધી ૭ અઠવાડિયાં અને ૬૨ અઠવાડિયાં વીતશે.+ યરૂશાલેમને તેના ચોક અને નહેર સાથે ફરી બાંધવામાં અને સ્થાપવામાં આવશે, પણ એ બધું આફતના સમયોમાં થશે.