૩ “જ્યારે લોકો બલિદાનમાં આખલો કે ઘેટો ચઢાવે, ત્યારે એનો ખભો, એનું જડબું અને એના પેટનો ભાગ યાજકને આપે. એ યાજકોનો હક ગણાશે. ૪ તમારા અનાજનું, નવા દ્રાક્ષદારૂનું અને તેલનું પ્રથમ ફળ તમે યાજકને આપો. તમારાં ઘેટાં-બકરાંનું કાતરેલું પહેલું ઊન પણ યાજકને આપો.+