૧૯ છેવટે તો માણસનું પણ એ જ થાય છે, જે જાનવરનું થાય છે. બધાના એકસરખા હાલ થાય છે.+ જેમ જાનવર મરે છે, તેમ માણસ પણ મરે છે. તેઓમાં એક જેવો જ જીવનનો શ્વાસ છે.+ એટલે માણસ જાનવર કરતાં ચઢિયાતો નથી. બધું જ નકામું છે. ૨૦ તેઓ બધા એક જ જગ્યાએ જાય છે.+ તેઓ માટીમાંથી આવ્યા હતા+ અને પાછા માટીમાં ભળી જાય છે.+