-
યહોશુઆ ૧૦:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા પોતપોતાનું લશ્કર લઈને ભેગા થયા. અમોરીઓના+ એ પાંચ રાજાઓએ જઈને ગિબયોન સામે લડવા છાવણી નાખી.
-
-
યહોશુઆ ૧૦:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યહોવાએ તેઓને ઇઝરાયેલીઓ આગળ મૂંઝવણમાં નાખી દીધા.+ ઇઝરાયેલીઓએ ગિબયોનમાં તેઓનો મોટો સંહાર કર્યો. બેથ-હોરોનના ચઢાણ સુધી ઇઝરાયેલીઓએ તેઓનો પીછો કર્યો અને છેક અઝેકાહ અને માક્કેદાહ સુધી તેઓને મારતા ગયા.
-