૨૧ પછી યહોવાએ એક દૂત મોકલ્યો. એ દૂતે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા શૂરવીર લડવૈયા,+ આગેવાનો અને લશ્કરના મુખીઓને ખતમ કરી નાખ્યા. એટલે એ રાજા બદનામ થઈને પોતાના દેશમાં પાછો ચાલ્યો ગયો. પછી તે પોતાના દેવના મંદિરમાં હતો ત્યારે, તેના અમુક દીકરાઓએ તેને તલવારથી મારી નાખ્યો.+