-
ગીતશાસ્ત્ર ૩૭:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ મેં નિર્દય અને દુષ્ટ માણસને જોયો છે,
જે પોતાના વતનની માટીમાં ઘટાદાર ઝાડની જેમ ફેલાતો જાય છે.+
-
-
ગીતશાસ્ત્ર ૩૭:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ પણ બધા પાપીઓનો નાશ થશે.
દુષ્ટોનું ભાવિ ટૂંકાવી દેવામાં આવશે.+
-
-
યર્મિયા ૧૨:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ હે યહોવા, તમે ન્યાયી ઈશ્વર છો.+
હું જ્યારે મારો મુકદ્દમો રજૂ કરું
અને ન્યાયચુકાદા વિશે તમારી સાથે વાત કરું,
ત્યારે તમે અદ્દલ ઇન્સાફ કરો છો.
તો પછી દુષ્ટ માણસો કેમ સફળ થાય છે?+
કપટી લોકો કેમ સુખચેનમાં રહે છે?
૨ તમે તેઓને રોપ્યા અને તેઓનાં મૂળ ઊંડાં ઊતર્યાં.
તેઓ વધ્યા અને તેઓને ફળ લાગ્યાં.
૩ પણ હે યહોવા, તમે મને જુઓ છો, મને સારી રીતે ઓળખો છો.+
તમે મારું દિલ તપાસ્યું છે, તમે જોયું છે કે મારું દિલ તમને વફાદાર છે.+
કતલ માટે લઈ જવાતા ઘેટાની જેમ તેઓને જુદા પાડો,
કતલના દિવસ માટે તેઓને અલગ રાખો.
-