૭ બધા રાજ્ય અધિકારીઓ, સરસૂબાઓ, સૂબાઓ, મંત્રીઓ અને રાજ્યપાલોએ ચર્ચા-વિચારણા કરી છે. અમે ચાહીએ છીએ કે તમે એક મનાઈ હુકમ બહાર પાડો. આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં* નાખી દેવામાં આવે.+
૨૭ તેઓએ પ્રેરિતોને લાવીને યહૂદી ન્યાયસભા આગળ ઊભા કર્યા. પછી પ્રમુખ યાજકે તેઓની પૂછપરછ કરી. ૨૮ તેણે કહ્યું: “અમે તમને સખત મના કરી હતી કે એ નામે* કંઈ શીખવવું નહિ.+ છતાં જુઓ, તમે આખા યરૂશાલેમને તમારા શિક્ષણથી ગજવી મૂક્યું છે અને એ માણસના લોહીનો આરોપ અમારા માથે નાખવા ચાહો છો.”+