૭ હારુન યાજકના પૌત્ર, એટલે કે એલઆઝારના દીકરા ફીનહાસે+ એ જોયું ત્યારે, તે તરત જ લોકો વચ્ચેથી ઊભો થયો અને તેણે પોતાના હાથમાં ભાલો લીધો. ૮ પછી તે ઇઝરાયેલી માણસની પાછળ તેના તંબુમાં ગયો. તેણે તે પુરુષ અને સ્ત્રીના પેટમાં ભાલો આરપાર ભોંકી દીધો. તરત જ, ઇઝરાયેલમાંથી રોગચાળો બંધ થયો.+