-
હિબ્રૂઓ ૧૨:૯-૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ પૃથ્વી પરના આપણા પિતા આપણને શિસ્ત આપતા હતા અને આપણે તેમને આદર આપતા હતા. તો પછી, શું આપણે સ્વર્ગમાંના આપણા પિતાને* ખુશીથી આધીન રહીને જીવવું ન જોઈએ?+ ૧૦ પૃથ્વી પરના આપણા પિતાએ તેમને યોગ્ય લાગ્યું તેમ, થોડા દિવસો આપણને શિસ્ત આપી. પણ આપણા સ્વર્ગમાંના પિતા આપણા ભલા માટે હંમેશાં આપણને શિસ્ત આપે છે, જેથી આપણે તેમના જેવા પવિત્ર થઈએ.+ ૧૧ ખરું કે, કોઈ શિસ્તથી તરત ખુશી મળતી નથી, પણ દુઃખ થાય છે. જોકે, પછીથી જેઓ એનાથી ઘડાય છે, તેઓને શાંતિ અને નેકી મળે છે.
-