૫૯ મુખ્ય યાજકો અને આખી યહૂદી ન્યાયસભા ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ શોધતા હતા.+ ૬૦ ઘણા ખોટા સાક્ષીઓ આગળ આવ્યા, પણ તેઓને કોઈ પુરાવો મળ્યો નહિ.+ આખરે બે માણસ આગળ આવ્યા. ૬૧ તેઓએ કહ્યું: “આ માણસ કહેતો હતો કે ‘હું ઈશ્વરના મંદિરને પાડી શકું છું અને ત્રણ દિવસમાં એને બાંધી શકું છું.’”+