પુનર્નિયમ ૨૪:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+ ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ સર્વની આંખો તમારા તરફ મીટ માંડે છે,તમે તેઓને યોગ્ય સમયે ખોરાક પૂરો પાડો છો.+ નીતિવચનો ૧૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા નેક* માણસને કદી ભૂખે મરવા નહિ દે,+પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.
૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+