ગીતશાસ્ત્ર ૧૮:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ સાચા માર્ગે ચાલવાને લીધે યહોવા મને ઇનામ આપે છે,+મારા શુદ્ધ* હાથોને લીધે તે મને બદલો આપે છે.+ ગીતશાસ્ત્ર ૨૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પણ મેં નક્કી કર્યું છે કે હું નિર્દોષ* રીતે ચાલીશ,મને છોડાવી લો અને કૃપા બતાવો. ગીતશાસ્ત્ર ૪૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ મારી વફાદારીને* લીધે તમે મને ટકાવી રાખો છો.+ તમે મને સદાને માટે તમારી આગળ રાખશો.+