૭ પણ માલિક ઈસુ અગ્નિની જ્વાળામાં પોતાના શક્તિશાળી દૂતો સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે ત્યારે,+ તમે જેઓ મુસીબતો સહન કરી રહ્યા છો, તેઓને અમારી સાથે રાહત આપવામાં આવશે. ૮ એ સમયે, જેઓ ઈશ્વરને જાણતા નથી અને આપણા માલિક ઈસુ વિશેની ખુશખબર માનતા નથી, તેઓ પર તે વેર વાળશે.+