૨૧ એ જ ઘડીએ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને તેમની ખુશીનો કોઈ પાર ન હતો. તે બોલી ઊઠ્યા: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું. તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી+ સંતાડી રાખી છે, પણ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને જણાવી છે. હા પિતા, એમ કરવું તમને પસંદ પડ્યું છે.+