-
૧ શમુએલ ૨:૨૨-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ એલી હવે ઘરડો થયો હતો. તેણે સાંભળ્યું હતું કે તેના દીકરાઓ બધા ઇઝરાયેલીઓ સાથે કઈ રીતે વર્તતા હતા.+ તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરતી સ્ત્રીઓ+ સાથે જાતીય સંબંધ બાંધતા હતા, એ પણ તેણે સાંભળ્યું હતું. ૨૩ એલી તેઓને કહેતો: “તમે એવાં કામો શા માટે કરો છો? મને લોકો પાસેથી તમારા વિશે ખરાબ વાતો જ સાંભળવા મળે છે. ૨૪ મારા દીકરાઓ, એવું ન કરો. યહોવાના લોકો વચ્ચે તમારા વિશે થતી વાતો મેં સાંભળી છે, એ સારી નથી. ૨૫ જો કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો કોઈ તેના માટે યહોવાને વિનંતી કરી શકે છે. પણ જો કોઈ માણસ યહોવા વિરુદ્ધ પાપ કરે,+ તો તેના માટે કોણ પ્રાર્થના કરે?” તોપણ તેઓએ પોતાના પિતાનું સાંભળ્યું નહિ અને યહોવાએ તેઓને મારી નાખવાનું નક્કી કર્યું.+
-