૧૫ જે ઈશ્વર ઊંચાણમાં રહે છે, જે સદા જીવતા રહે છે+
અને જેમનું નામ પવિત્ર છે,+ તે કહે છે:
“હું ઊંચાણમાં અને પવિત્ર જગ્યામાં રહું છું.+
હું કચડાયેલા અને નિરાશ લોકો સાથે પણ રહું છું.
હું નિરાશ લોકોને ઉત્તેજન આપું છું
અને કચડાયેલા લોકોનાં દિલ તાજગીથી ભરી દઉં છું.+