૪૧ પછી શાઉલે યહોવાને કહ્યું: “હે ઇઝરાયેલના ઈશ્વર, અમને તુમ્મીમથી+ જવાબ આપો!” યોનાથાન અને શાઉલ દોષિત જણાયા, પણ બીજા માણસો નિર્દોષ ઠર્યા. ૪૨ શાઉલે કહ્યું: “ચિઠ્ઠીઓ+ નાખો, જેથી ખબર પડે કે કોણે પાપ કર્યું છે, મેં કે મારા દીકરા યોનાથાને?” યોનાથાનનો દોષ નીકળ્યો.