૩૧ અથવા માનો કે કોઈ રાજા પોતાના ૧૦,૦૦૦ સૈનિકો સાથે બીજા રાજા સામે લડવા જાય છે જેની પાસે ૨૦,૦૦૦ સૈનિકો છે. શું તે પહેલા બેસીને સલાહ નહિ લે કે પોતે બીજા રાજા સામે જીતી શકશે કે કેમ? ૩૨ જો તે એમ ન કરી શકતો હોય, તો બીજો રાજા હજુ દૂર હશે ત્યારે તે એલચીઓનું જૂથ મોકલશે. તે સુલેહ કરવાનો પ્રયત્ન કરશે.