૧૫ હું તો કહું છું કે આનંદ કરો.+ માણસ માટે ખાવા-પીવા અને મોજમજા કરવા સિવાય બીજું કંઈ સારું નથી. સાચા ઈશ્વરે પૃથ્વી પર માણસને જે જીવન આપ્યું છે, એમાં મોજમજાની સાથે સાથે તેણે સખત મહેનત પણ કરવી જોઈએ.+
૧૭ છતાં, તેમણે ભલાઈ બતાવીને સાબિત કર્યું કે તે કેવા ઈશ્વર છે.+ તેમણે તમારા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી,+ ખોરાકથી તમને સંતોષ આપ્યો અને આનંદથી તમારું હૃદય ભરી દીધું.”+