૭ તે દાઉદની રાજગાદી પર બેસશે,+ તેનું રાજ્ય કાયમ ટકશે.
તેની સત્તા વધતી ને વધતી જશે,
તેના રાજમાં સદા માટે અપાર શાંતિ હશે.+
એ રાજ્યને ઇન્સાફ+ અને સચ્ચાઈ+ દ્વારા
આજથી લઈને યુગોના યુગો સુધી
અડગ કરાશે+ અને ટકાવી રાખવામાં આવશે.
સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્નાને લીધે એમ કરશે.