-
હઝકિયેલ ૨૨:૨૦-૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ ચાંદી, તાંબું, લોઢું, સીસું અને કલાઈ ભઠ્ઠીમાં ભેગાં કરવામાં આવે છે, જેથી એને આગથી ઓગાળી શકાય. એ જ રીતે, હું ક્રોધે ભરાઈને તમને ભેગા કરીશ. હું તમારા પર ગુસ્સાની આગ વરસાવીશ અને તમને ઓગાળી નાખીશ.+ ૨૧ હું તમને ભેગા કરીશ અને તમારા પર મારા ગુસ્સાની આગ વરસાવીશ.+ તમે એ નગરીમાં ઓગળી જશો.+ ૨૨ જેમ ભઠ્ઠીમાં ચાંદી ઓગાળવામાં આવે છે, તેમ એ નગરીમાં તમને ઓગાળવામાં આવશે. તમારે સ્વીકારવું પડશે કે મેં યહોવાએ તમારા પર મારો કોપ રેડી દીધો છે.’”
-