૨ “પ્રજાઓમાં જાહેર કરો, એની ખબર આપો.
વિજયની નિશાની ઊભી કરો, એની જાહેરાત કરો.
કંઈ જ સંતાડશો નહિ!
કહો, ‘બાબેલોન નગરીને કબજે કરવામાં આવી છે.+
બેલ દેવ શરમમાં મુકાયો છે.+
મેરોદાખ દેવ ડરી ગયો છે.
તેની મૂર્તિઓનું અપમાન થયું છે,
ધિક્કારપાત્ર મૂર્તિઓ ગભરાઈ ગઈ છે.’