૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+ ૨૪ જમીન ખેડનારાં ઢોરઢાંક અને ગધેડાં એવો ઘાસચારો ખાશે, જેમાં ખાટી ભાજી ભેળવેલી હશે. એ ચારો પાવડા અને દંતાળીથી સાફ કરેલો હશે.